- This event has passed.
KAIZEN IN GUJARATI
May 27, 2023 @ 10:00 am - 5:00 pm UTC+5.5
₹1200કાઈઝેન – સ્વ-સુધારણાથી શ્રેષ્ઠતા તરફની સફર
પરિચય:
જાપાની શબ્દ “કાઈ” નો અનુવાદ અંગ્રેજીમાં ‘ગુડ’ અથવા ‘સારું’ અને “ઝેન” નો અનુવાદ ‘ચેન્જ’ અથવા ‘પરિવર્તન’ થાય છે અને સાથે મળીને તેનો અર્થ ‘ગુડ ચેન્જ’ એટલે ‘સારું પરિવર્તન’ અથવા ‘ચેન્જ ફોર બેટર’ અથવા ‘વધુ સારા માટે પરિવર્તન’ અથવા ‘બહેતર માટે પરિવર્તન’ થાય છે. કાઈઝેન એ કાર્યસ્થળ પર સતત સુધારાની જાપાની ફિલસૂફી છે. કાઈઝેનને ટોયોટા દ્રારા મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ માટે એક સૂત્ર તરીકે રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ ધીમે ધીમે, તે અન્ય અનેક ઉદ્યોગોનો અભિન્ન ભાગ બની ગયું. તે વ્યક્તિગત જીવનમાં પણ નોંધપાત્ર પરિણામો પ્રદાન કરે છે.
ઉત્પાદકતા અને કાર્યક્ષમતા કેવી રીતે વધારવી તે અંગે ઘણા મેનેજમેન્ટ સિધ્ધાંતો છે. પરંતુ ઘણી પ્રણાલીઓમાં, તેમ છતાં, કાઈઝેનની જાપાનીઝ ખ્યાલ સાથે મેળ ખાતો સાબિત રેકોર્ડ નથી. કાઈઝેન અભિગમ સ્વ-સહાયના આપણા સામાન્ય વિચારોથી આગળ વધે છે અને તે માત્ર વ્યવસાય માટે જ નહીં પરંતુ જીવનના તમામ ક્ષેત્રો – વ્યક્તિગત, વ્યાવસાયિક અથવા સામાજિક માટે લાગુ પડે છે.
હેતુ:
ઔદ્યોગિક કામગીરીમાં કાઈઝેનનું અમલીકરણ કાઈઝેન વિશેની સમજણ અને દૈનિક કામગીરીમાં તેની અસરોની ચોકસાઈ, ઉત્પાદકતા, ગુણવત્તામાં સુધારો, ખર્ચમાં ઘટાડો અને ક્રમશઃ અને સતત સુધારણા દ્રારા સલામતીમાં સુધારો કરવામાં મદદ કરશે. આ વર્કશોપ “મુડા”, “મુરી” અને “મુરા” ની ફિલોસોફી પર આધારિત લીન મેનેજમેન્ટ અને વેસ્ટ રિડક્શન દ્રારા સારું વાતાવરણ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ડિઝાઇન કરવામાં આવી છે.
અવકાશ:
આ વર્કશોપમાં, આપણે સાથે મળીને કાઈઝેન અને ફાઈવ-એસ (5S) જેવા લીન સાધનો દ્રારા પ્રક્રિયાઓને કેવી રીતે સુધારી શકાય તેના પર કામ કરીશું. કાઈઝેન અને 5S એકબીજાની સાથે ચાલે છે. સાથે મળીને, આપણે કાઈઝેનની ફિલસૂફી, સિધ્ધાંતો અને માર્ગદર્શિકા શીખીશું અને અપનાવીશું. 5S એ એક જાપાની ફિલસૂફી છે જે કચરાને ઓળખવા અને તેને દૂર કરીને, પ્રવૃત્તિના પ્રવાહમાં સુધારો કરીને અને પ્રક્રિયાઓની બિનકાર્યક્ષમતાઓને ઘટાડીને કાર્યક્ષમતામાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે અવકાશ અને
કાર્ય પ્રવાહના સંચાલનને વ્યાખ્યાયિત કરે છે. ફાઈવ-એસ (5S) પધ્ધતિનાં પાંચ પગલાં પણ કાઈઝેન માટેનો એક અભિગમ છે.
શીખવાના વિષયો:
- કાઈઝેન: પરિચય
- કાઈઝન તત્વો અને સાધનો
- કાઈઝેન – સમસ્યા હલ કરવાની પ્રક્રિયા, કાઈઝેન ટીમ અને અમલીકરણ પ્રક્રિયા
- સુધારણા માટે સમસ્યાનું નિરાકરણ
- લીન કન્સેપ્ટની મૂળભૂત બાબતો (PDCA, 8 વેસ્ટ અને 3 Mu’s)
- ફાઈવ-એસ (5S) ફિલોસોફી દ્રારા કાર્યસ્થળમાં સુધારો
કોણ ભાગ લઈ શકે?
આ વર્કશોપ એવા ચેન્જ મેનેજર માટે છે જેઓ નેતૃત્વ લેવા માટે તૈયાર છે અને બેહતર તરફ આગળ વધવા માટે તૈયાર છે.
ફેકલ્ટી: શ્રી કિરણ પટેલ
શ્રી કિરણ પટેલ એક રિયાલિસ્ટ સ્પીકર અને કોર્પોરેટ ટ્રેનર છે. નિદર્શન, રમતો અને પ્રવૃત્તિઓ સાથે વિષયો સમજાવવાની તેમની પાસે એક અનોખી પધ્ધતિ છે. તે એવા પ્રશિક્ષકોમાંના એક છે કે જેમણે કાઈઝેનને અંગત જીવનમાં તેમજ વ્યવસાયિક જીવનમાં લાગુ કરવા માટે ઊંડો રસ લીધો છે. તેઓ સાત વર્ષથી કાઈઝેન ફિલસૂફી લાગુ કરી રહ્યા છે. તે ઉદ્યોગો, શાળાઓ, કોલેજો અને એમએનસી સાથે કામ કરે છે.